ગોધરા : કાલોલ અને ઘોઘંબા તાલુકામાંથી પસાર થતો વેજલપુર, ચલાલી, કરોલી માલુ કાંટુ રોડ મંજુર થયે દોઢ વર્ષ જેટલો સમય થયો છે. છેલ્લા એક વર્ષથી ટેન્ડર પ્રક્રિયા ચાલી અને હાલમાં ચાર મહિનાથી કામ ચાલે છે, જે ઘણું જ ધીમી ગતિએ ચાલતું હોઈ અને વેજલપુરથી સિમલીયા સાતળિયા સુધી રોડ ખોદી મેટલ નાંખી રસ્તો બનાવતા હોઈ વાહન વ્યવહાર માટે સદંતર બંધ થઇ ગયેલ છે. એસ.ટી. બસ પણ બંધ છે. લોકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો