પશ્ચિમ રેલવેના રતલામ મંડલની અંતર્ગત ઇન્દોર - દાહોદ નવી રેલવે લાઇન પ્રોજેકટ કે ટીહી-ધાર રેલખંડ પર નવી મોટી રેલવે લાઇનના રેલ સંરક્ષા (સીઆરએસ) દ્વારા નિરીક્ષણ અને ગતિ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. લગભગ 47 કિ.મી. લાંબા આ રેલવેખંડની દેખરેખ સાથે આ પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ પગલું છે. પશ્ચિમ પરિમંડલના રેલવે સંરક્ષા અધિકારી ઈ. શ્રીનિવાસને તા.5 અને તા.6 નવેમ્બરના બંને દિવસ નિરીક્ષણ દરમિયાન ટીહી-ધાર રેલવેખંડનું વિસ્તૃત પરીક્ષણ કર્યું હતું. તા.5 નવેમ્બરે ટીહીથી ગુણાવત સુધી તથા તા.6 નવેમ્બરે ગુણાવતથી ધાર સુધી ટ્રોલીના માધ્યમથી નિરીક્ષણ કરાયુ હતું. આ દરમિયાન નવનિર્મિત રેલવે લાઇન પર બનેલા પુલ, રેલવે ટ્રેક, ઓવરહેડ ઇક્વિપમેન્ટ, ક્વિવિંગ સિસ્ટમ અને અન્ય સંરક્ષા સંબંધિત વ્યવસ્થાઓની બારીકીઓનું પરીક્ષણ કરાયું હતું. આ રેલવેખંડની મુખ્ય વિશેષતા લગભગ 3 કિ.મી. લાંબી ટીહી ટનલની પણ તપાસ કરાઈ હતી. નિરિક્ષણના ઉપક્રમ તા.6 નવેમ્બરે ટહી - ધારાખંડ પર વિશેષ નિરિક્ષણ દ્વારા પ્રતિકલાક 120 કિ.મી.થી વધુની ગતિનું પરીક્ષણ કરાયું હતું, સાથે રેલવે ટ્રેકની ગુણવત્તા, સ્થિરતા અને સંરક્ષણ ધોરણોની તપાસ કરી હતી. વિદ્યુત સીઆરએસ નિરીક્ષક દ્વારા પૂર્વ મુખ્ય વીજળી ઇજનેરી દ્વારા આ રેલખંડના વિદ્યુતકરણના કાર્યનું નિરિક્ષણ કરાયું હતું તેમજ વિદ્યુતકરણ માટે સત્તાપત્ર પણ ચાલુ કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો