પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં યોજાયેલી ચોમાસા પૂર્વેની (પ્રિ-મોન્સુન) બેઠકમાં આપેલા નિર્દેશો અનુસાર, જિલ્લાના દરેક તાલુકામાં મોક ડ્રીલ યોજવાનું નક્કી કરાયું હતું. જેના ભાગરૂપે આજે ઘોઘંબા તાલુકાના શામળકુવા ગામે આવેલા નાના સિંચાઈ તળાવ ખાતે મોક ડ્રીલ યોજાઈ હતી.


મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કચેરી-ઘોઘંબાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મોક ડ્રીલમાં પૂર અથવા ભારે વરસાદ જેવી કટોકટીની સ્થિતિમાં વહીવટી તંત્રની સજ્જતા ચકાસવામાં આવી હતી. આ આપત્તિ વ્યવસ્થાપન કવાયત અંતર્ગત તળાવમાં ડૂબતા બાળકને સમયસૂચકતા વાપરીને કેવી રીતે સુરક્ષિત બચાવી શકાય (રેસ્ક્યૂ ઓપરેશન), તે અંગેનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ મોક ડ્રીલમાં ઘોઘંબા તાલુકા કક્ષાના વિવિધ ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ 108-એમ્બ્યુલન્સની ટીમ પોતાના જરૂરી સાધનો સાથે સમયસર જોડાઈ હતી અને રાહત-બચાવની કામગીરીનું ઉત્કૃષ્ટ સંકલન દર્શાવ્યું હતું. ચોમાસા દરમિયાન સર્જાતી આપત્તિઓ સામે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે તે હેતુથી આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: