ગોધરા : શિમલા ખાતે તાજેતરમાં યોજાયેલી ઓલ ઈન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશનની 71મી ઓલ ઓવર ઈન્ડિયા ડાન્સ કોમ્પિટિશનમાં ગોધરાની કોરિયોગ્રાફર આયુષી પુરોહિત (સલારિયા) અને તેમના ગ્રુપે સોલો ડાન્સ અને ફેક ડાન્સ કેટેગરીમાં પરંપરાગત ગુજરાતી ગરબો રજૂ કરી રાષ્ટ્રીય સ્તરે સફ્ળતા મેળવીને ગોધરા તેમજ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.


આ સ્પર્ધામાં ગોધરાની દીકરી આયુષી પુરોહિતે સોલો ક્લાસિકલ કેટેગરીમાં અદભુત ભરતનાટયમ રજૂ કરીને ઓલ ઈન્ડિયા લેવલે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે, અને તેના માર્ગદર્શન હેઠળ તેમના ગરવી બાય થનગનાટ ગ્રૂપે ફેક ડાન્સ કેટેગરીમાં પરંપરાગત ગુજરાતી ગરબો રજૂ કરીને સ્પર્ધામાં બીજું સ્થાન મેળવ્યું હતું. આ ગ્રુપમાં ઝલક શાહ, કૃતિ સોલંકી, યક્ષુ પટેલ, નેહા મહેતા, જલ્પા પટેલ, પારુલ મકવાણા, અલ્પા શાહ, જાગૃતિ દેસાઈ, મોના શાહ અને રોશની મેવાડાએ ભાગ લીધો હતો. જેમને ગ્રુપના સભ્ય કુલદીપ મહેરા અને હર્ષ રાણાએ સહાયતા કરી હતી. વિજેતા કલાકારોને ગોધરાવાસીઓ અને કલા જગતના અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: