કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અભિયાન અંતર્ગત આજે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પરવડી વિસ્તારની વિવિધ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અજય દહીયાએ ખાસ ઉપસ્થિત રહીને ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.


આ પ્રસંગે ઉપસ્થિત બાળકો અને વાલીઓને સંબોધતા જિલ્લા કલેક્ટર અજય દહીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ જીવનના સર્વાંગી વિકાસની ચાવી છે. તેમણે તમામ બાળકોને ભણતર પ્રત્યે વિશેષ ધ્યાન રાખવા અને જીવનમાં ખૂબ આગળ વધીને દેશનું નામ રોશન કરવા પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડયું હતું. પરવડી પ્રાથમિક શાળામાં સવારે યોજાયેલા કાર્યક્રમમાં આંગણવાડીના 14 બાળકોને આંગણવાડી કીટ, યુનિફેર્મ અને બેગ આપી પ્રવેશ કરાવાયો હતો. બાલવાટિકાના 43 બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો.શ્રી રામ વિદ્યામંદિરમાં માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ યોજાયો હતો, જેમાં ધોરણ-9 માં 28 વિદ્યાર્થીઓનો પ્રવેશ કરાવાયો હતો.એમ. સી. મેમોરિયલ હાઇસ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં ધોરણ-9 માં 48 અને ધોરણ-11 માં 24 વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ કરાવાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: