ગોધરા SOG પોલીસે વેજલપુરના પાંચ પથરા પાસે રોડ ઉપરથી બે વાહનોમા લઇ જવાતી સબસીડાઇઝ નીમ કોટેડ યુરિયાની 152 થેલીઓ જપ્ત કરી છે. રૂા.40 હજારનું ખાતર, 9 લાખના બે વાહનો મળીને કુલ 9.40 લાખના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના બે ભાઈઓની ધરપકડ કરી અનઅધિકૃત રીતે મુદામાલ પૂરો પાડનાર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધનતેજ ગામના ઠાકોર બાપા કૃષિ સેવા મંડળના ધારક સામે કાર્યવાહી હાથ ધરી છે.

ગોધરા SOGને બાતમી મળી હતી કે દાહોદ તરફ્થી તુફન અને પીકઅપ ગાડીમાં સબસીડાઇઝ નીમ કોટેડ યુરિયા ખાતર નો જથ્થો ગેરકાયદે રીતે ભરી નીકળ્યા છે.જે જથ્થો વડોદરા શહેર તરફ્ જનાર છે.ત્યારે પોલીસે વેજલપુરના પાંચ પથરા ગામ પાસે રોડ ઉપર નાકાબંધી કરી હતી.જે નાકાબંધી દરમિયાન બાતમી વર્ણન મુજબની તુફાન અને પીકઅપ ગાડી આવતા તેને રોકી બંને ગાડીઓમાં તપાસ કરતા ગેરકાયદેસર રીતે સબસીડાઇઝ નીમ કોટેડ યુરિયા ખાતર ની રૂ.40,508 કિંમતની કુલ 152 થેલીઓ મળી આવી હતી.પોલીસે રૂ.9 લાખના બે વાહનો તુફાન અને પીકઅપ ગાડી પણ ઝડપી પાડયા હતા.પોલીસે આ કાર્યવાહીમાં મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના ટાંડા તાલુકાના પીપલવા ઉજડીયા ગામના બે ભાઈઓ વિકાસ સમરું બાંડડીયા અને મુકેશ સમરું બાંડડીયા ની ધરપકડ કરી હતી.અને અનઅધિકૃત રીતે મુદામાલ પૂરો પાડનાર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધનતેજ ગામના ઠાકોર બાપા કૃષિ સેવા મંડળ ના ધારક સામે કાર્યવાહી હાથ ધરી હતી.