ગોધરામાં બુધવારે સિટી ટ્રાફિક પોલીસ દ્વારા જિલ્લા ટ્રાફ્કિ અને શહેર એ ડિવિજન પોલીસની મદદથી સંયુક્ત કાર્યવાહી કરી અવાજનું પ્રદૂષણ ફેલાવતા 16 બુલેટને ડિટેઇન કરી ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી.
બુલેટ ચાલકો કંપની ફ્ટિેડ ઓથોરાઇઝ્ડ સાયલેન્સર કાઢી અવાજનું પ્રદૂષણ ફેલાવતા સાયલેન્સર લગાવી ઘોંઘાટ ફેલાવતા હોવાનું જણાતાં અને બુલેટમાં ફેરફાર કરેલા સાઇલેન્સરનો ઉપયોગ કરી મોટો અવાજ કરતા હોવાનું જણાતાં આવા ચાલકો સામે ગોધરા સીટી ટ્રાફ્કિ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. સાથે આ કાર્યવાહીમાં જિલ્લા ટ્રાફ્કિ પોલીસ અને ગોધરા શહેર એ ડિવિજન પોલીસ પણ સંયુક્ત રીતે જોડાઈ હતી. શહેરના રસ્તાઓ પર બુલેટના ઘોંઘાટથી સામાન્ય નાગરિકો, વૃદ્ધો તેમજ અન્ય વાહનચાલકોને થતી પરેશાનીને ધ્યાનમાં રાખીને ટ્રાફ્કિ પોલીસ દ્વારા કુલ 16 બુલેટ વાહનો સામે કાર્યવાહી કરાઈ હતી. તમામ 16 બુલેટ ચાલકોને રૂા.12 થી 15 હજારનો RTO દંડ ફ્ટકારાયો છે. જે દંડ ભર્યા બાદ પાવતી બતાવી એ ડિવિજન પોલીસ મથકે ડિટેઇન કરાયેલી બુલેટના સાયલેન્સર બદલાવ્યા બાદં બુલેટ મુક્ત કરાયા હતા. ગોધરા સિટી ટ્રાફ્કિ પોલીસના પો.સ.ઇ. એમ.પી.ચૌહાણ, જિલ્લા ટ્રાફ્કિના પી.આઈ. એ.વાય.પટેલ સાથે ટ્રાફ્કિ પોલીસના કર્મચારીઓ આ કડક કાર્યવાહીમાં જોડાયા હતા.
