ગોધરા : ગોધરા તાલુકાના અંબાલી છાત્રાલય સી.આર.સી માની અંબાલી છાત્રાલય પ્રાથમિક શાળામાં ક્લસ્ટરના સી.આર.સી. કો-ઓર્ડીનેટર કૌશિક પટેલના આયોજન અને માર્ગદર્શન અને આચાર્યના સહયોગથી નિપુણ ગુજરાત અંતર્ગત માતૃ જૂથોના ટીમ લીડરો સાથે માર્ગદર્શક બેઠક યોજાઈ હતી. જેમાં મારું બાળક નિપુણ બાળક ના ધ્યેયને સાકાર કરવા માતૃજૂથોની ભૂમિકા અને શૈક્ષણિક યોગદાન અંગે ઉપસ્થિત ટીમ લીડરોને સી.આર.સી કોઓર્ડિનેટરે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ શૈક્ષણિક સ્થિતિ અનુસાર ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણ એમ વર્ગીકૃત કરાયેલા બાળકો અને તેમની જરૂરિયાત મુજબ શાળામાં ચાલતી શૈક્ષણિક પ્રક્રિયા સૌને માહિતગાર કરાયા હતા. નિપુણ ગુજરાત અંતર્ગત શાળાને પ્રાપ્ત થયેલી શૈક્ષણિક સાધન-સામગ્રી તથા કિટનો બાળકોના શિક્ષણમાં અસરકારક ઉપયોગ કેવી રીતે કરાય તેની માહિતી શિક્ષક રાકેશ પટેલે આપી હતી.
