11
ગોધરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગોધરા તાલુકાના વેગનપુર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રમાં આંગણ મિલન સેવા ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ આંગણવાડી કાર્યકર બહેન તથા તેડાગર બહેનને તેમની સેવાઓ બદલ પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા. સાથે આંગણવાડીના ભૂલકાંઓને પૌષ્ટિક આહારનું વિતરણ કરાયું હતું. બાળકો સાથે વાત્સલ્યસભર સમય વિતાવી તેમની સાથે સંવાદ પણ કરાયો હતો. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, જિલ્લા ભાજપના પ્રભારી હર્ષદભાઈ વસાવા, જિ.પં. પ્રમુખ નીરજ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી કુલદીપસિંહ સોલંકી સહિત ભાજપના અન્ય પદાધિકારીઓ,તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
