ગોધરા સ્થિત પી.એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે આચાર્ય રૂપકિશોર ચૌધરીના નેતૃત્વ હેઠળ વાર્ષિકોત્સવ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી મિલન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા કલેકટર અજય દહિયા, જે.જે.પટેલ (પી.એમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય સ્કૂલ) તથા વિદ્યાલય વ્યવસ્થાપન સમિતિ (VMC)ના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ અતિથિ તરીકે ગોધરા પ્રાંત અધિકારી નિરિલ મોદી તથા વિદ્યાલય વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. મોબાઇલ ફોનના અતિરેક ઉપયોગ તથા નશાની લત જેવા વર્તમાન સમયના મહત્ત્વપૂર્ણ વિષયો પર આધારિત પ્રસ્તુતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ સમાજમાં જાગૃતિ લાવવા અને સકારાત્મક જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો હતો. કેન્દ્રીય વિદ્યાલયોની લઘુ ભારતની સંકલ્પનાને સાકાર કરતા વિદ્યાર્થીઓએ સર્વધર્મ સમભાવ, રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક વિવિધતા પર આધારિત વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા. રાજસ્થાની, હરિયાણવી, મરાઠી અને ગુજરાતી લોકનૃત્યોએ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવી હતી. યોગ પર આધારિત નૃત્ય દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના મહત્ત્વને ઉજાગર કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો