કેન્દ્ર અને રાજ્ય સરકારના સહકાર વિભાગના આદેશ અન્વયે તેમજ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, પંચમહાલ, ગોધરાની સૂચનાઓ અનુસાર સમગ્ર પંચમહાલ જિલ્લામાં તા.29 જૂનથી તા.6 જુલાઈ દરમિયાન સહકાર સપ્તાહક્રની ઉજવણીનું આયોજન કરાયું છે. આ ઉજવણી અંતર્ગત જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓમાં સહકારી ભાવનાને વેગ આપતા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
સહકાર સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે જિલ્લા સહકારી સંઘ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત તમામ હોદેદારો, મહાનુભાવો, અધિકારીઓ અને સભ્યોએ સહકારી પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા માટે સામૂહિક સહકાર પ્રતિજ્ઞા લીધી હતી.
