ગોધરા ખાતે કલેક્ટર કચેરીના કોન્ફ્રન્સ હોલમાં નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષતામાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કચેરી, ગોધરા દ્વારા આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે (સશસ્ત્ર્ર દળ ધ્વજ દિવસ) નિમિત્તે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 

પંચમહાલ જિલ્લાના અધિક કલેક્ટર જે જે પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે ફ્ંડમાં વિવિધ શ્રેણીઓમાંથી ઉદાર યોગદાન આપનારા દાતાઓનું સન્માન કરવાનો હતો.

પંચમહાલ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન અધિકારી સુરજીત સિંહ રાઘવ દ્વારા સશસ્ત્ર્ર દળ ધ્વજ દિવસ ભંડોળની કામગીરી અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે તેના ઉપયોગ અંગેનો સંક્ષિપ્ત અહેવાલ ઉપસ્થિત સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, અધિક કલેક્ટરના હસ્તે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ઉચ્ચ દાતાઓને સ્મૃતિચિહન અને પ્રશસ્તિપત્ર એનાત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉદ્યોગો, સરકારી શાળાઓ, કોલેજો, ખાનગી સાહસો, સરકારી કચેરીઓ અને વ્યક્તિગત દાતાઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો