ગોધરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં હાલમાં 12 વર્ષ સેવા, વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણ ના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજે ગોધરા શહેરના ભાજપના કમલમ કાર્યાલય ખાતે ભાજપના હોદેદારો ધ્વારા મીડિયા સંવાદ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, રાજ્યસભા સાંસદ ડો. જશવંતસિંહ પરમાર, પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, ધારાસભ્યો જયદ્રથસિંહ પરમાર નિમિષાબેન સુથાર, જિલ્લા પ્રભારી હર્ષદ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ મોદી સરકારના 12 વર્ષ સેવા, વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણ અંતર્ગત વિકસિત ભારતની વિવિધ યોજનાઓની સિદ્ધિઓ વર્ણવી હતી. વિકાસની કામગીરી વિશે માહિતગાર કરી સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડા માનવી સુધી પહોંચાડવા બદલ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

Kachchh News : આડેસરમાં હોટેલનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું, હવે આ જમીન પર નવું પોલીસ સ્ટેશન બનશે









