ગોધરા : ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારના રામનગર પાસેના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન 2026 અંતર્ગત આયોજિત પંચમહાલ જિલ્લા ભાજપના જિલ્લા પ્રશિક્ષણ વર્ગનું ઉદઘાટન પ્રમુખ મયંકભાઇ દેસાઈ તેમજ અન્ય હોદેદારો દ્વારા કરાયું હતું. જિલ્લા પ્રશિક્ષણ વર્ગના આ સત્રમાં ભાજપાના વિવિધ મહાનુભાવો, પદાધિકારીઓ, હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ કાર્યકરોને સંબોધિત કર્યા હતાં. આ જિલ્લા પ્રશિક્ષણ વર્ગ આગામી ત્રણ દિવસ સુધી ચાલશે.
