ગોધરા : ગોધરા તાલુકાના કોટડા ખાતે કેવડિયા PHC સેન્ટર અને પંચશીલ કોલેજ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત, તાલુકા આરોગ્ય અધિકારી ડો. નરેન્દ્ર ડામોર, પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદ પરમાર, ગોધરા તાલુકા ઉપપ્રમુખ પુરુષોત્તમભાઈ, કેવડિયા PHC આરોગ્ય અધિકારી યજ્ઞેશ ત્રિવેદી, કોલેજના ટ્રસ્ટી ડો.જે.બી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રેડક્રોસ સોસાયટીના સહયોગ દ્વારા 35 જેટલા યુનિટનું રક્તદાન એકત્ર થયું હતું. ડો.વિપુલ ગામીતે કુપોષિત બહેનોને પ્રસુતિ દરમિયાન પડતી લોહીની જરૂરીઆત અને એની ગંભીર સમસ્યા વિશે માહિતી આપી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: