ઈન્સ્ટીટયુટ ઓફ્ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ્ ઈન્ડિયા (ICAI)ની દિલ્હી સ્થિત કેરિયર કાઉન્સેલિંગ કમિટીના સભ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આકાશ રાવલાણીએ ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી ડૉ. પ્રધુમન વાજાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ સત્તાવાર બેઠક દરમિયાન, સીએ આકાશ રાવલાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી વિઝન સંકલ્પ વિકસિત ભારત 2047 અંતર્ગત ICAIની કમિટી દ્વારા અત્યાર સુધી કરાયેલી વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરીની વિગતવાર રૂપરેખા મંત્રી સમક્ષ રજૂ કરી હતી. આ સાથે આગામી સમયમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને કેરિયર ગાઈડન્સ માટે સરકારના સહયોગથી યોજાનાર વિવિધ પ્રગતિશીલ કાર્યક્રમો આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. મંત્રી ડૉ. પ્રધુમન વાજાએ દેશના વિકાસ અને યુવાધનને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાના ICAI કમિટીના પ્રયાસોને બિરદાવ્યા હતા. વધુમાં, તેમણે કમિટીના આગામી શૈક્ષણિક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ માટે ગુજરાત સરકાર તરફ્થી ભવિષ્યમાં સંપૂર્ણ સહયોગ અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાની ખાતરી આપી હતી.
