પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજના શતાબ્દી મહોત્સવ અંતર્ગત દ્વિ દિવસીય કાર્યક્રમ અંતર્ગત આજે ભવ્ય અને વિશાળ બાઇક એકતા રેલી યોજાઈ હતી. રાત્રીના કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહિરનો લોક ડાયરો યોજાયો હતો.


પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજની સ્થાપના તા.25.12.1925 ના રોજ રેવાકાંઠા રાજપૂત પરિષદ તરીકે થઈ હતી. તે સમયે રાજપૂત સમાજના આગેવાનો અને રાજપૂત બંધુઓના અથાગ પ્રયત્નો થકી રાજપૂત સમાજના શૈક્ષણિક, સામાજિક, આર્થિક વિકાસ કરી ઉન્નત સમાજની ખેવના રાખી હતી. આ ડિસેમ્બર-2025 માં 100 વર્ષ પૂર્ણ થતાં ગોધરામાં શતાબ્દી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં આજે તા.9ના રોજ નગરમાં વિશાળ બાઈક રેલી યોજાઈ હતી. જે બાદ રાત્રે શહેરની ન્યૂઇરા સ્કૂલના મેદાનમાં સુપ્રસિદ્ધ કલાકારો કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહિરનો ભવ્ય લોકડાયરો યોજાયો હતો. જેમાં બંને કલાકારોએ ડાયરાની ભારે મોજ ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોને કરાવી હતી. આવતીકાલે શનિવારે શ્રી 51 કુંડી મહાગાયત્રી યજ્ઞ યોજાનાર હોવાનું પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ અને ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીએ જણાવ્યું હતું. ત્યારબાદ સમાજના શ્રેષ્ઠીઓ અને વિદ્ધાનોનું સન્માનનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લા રાજપૂત સમાજના બાળકો, યુવાઓ, ભાઈઓ, બહેનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને મોટી સંખ્યામાં શહેર જિલ્લાના નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: