કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કાલોલ તાલુકાના વેજલપુર અને બેઢીયા વિસ્તારની વિવિધ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઈન્ડેક્સ-સીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ.એસ. જે. જોશીએ ઉપસ્થિત રહીને ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
ઉચ્ચ શિક્ષણનું મહત્વ વિશે ડૉ. જોશીએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. તેમણે બાળકોને સપના જોવાની અને તેને સાકાર કરવા માટે મહેનત કરવાની પ્રેરણા આપી હતી, ડૉ.જોશીએ વેજલપુર ક્લસ્ટરની નંદારખા પ્રાથમિક શાળા સવારે યોજાયેલા કાર્યક્રમમાં આંગણવાડીના 7 બાળકો બાલવાટિકાના 15,ધોરણ 1ના 29 બાળકો ધોરણ 6ના 18 બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. એસ. આર. દવે કન્યા વિદ્યાલય કન્યા વિદ્યાલય ધોરણ 9 ની 72 તથા ધોરણ 11 ની 51 વિધાર્થિનીઓને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. બપોરે બેઢીયા ક્લસ્ટરની કરુણેશ વિદ્યામંદિર શાળામાં ધોરણ 9માં 59 તથા ધોરણ 11 માં 22 વિદ્યાર્થીઓને આ પ્રસંગે પ્રવેશોત્સવ કરાવ્યો હતો.










