ગોધરા : શહેરમાં છેલ્લા 16 વર્ષથી આર્થિક રીતે પછાત, અનાથ, મધ્યમવર્ગીય બાળકોને નિઃશુલ્ક શિક્ષણ-કોચિંગ પૂરું પાડતી સદભાવના મિશન કલાસ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરાઈ હતી. બાળકોમાં સર્જનાત્મકતા, સ્વનિર્ભરતા, રાષ્ટ્રપ્રેમ અને સામાજિક એકતાની ભાવના વિકસે તેવા હેતુથી બાળકોએ પોતાના હાથે બનાવેલી રાખડીઓથી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે બાળકોએ દેશ, સમાજ અને ધર્મની રક્ષા તેમજ પરસ્પર સન્માન અને ભાઈચારાની ભાવના જાળવવાની પ્રતિજ્ઞા લીધી હતી. બજારમાંથી રાખડી ખરીદવાને બદલે જાતે રાખડી બનાવી ઉજવણી કરવાથી બાળકોમાં સર્જનાત્મકતા સાથે સ્વનિર્ભરતાનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો