ભારતીય સંવિધાનનાં મૂલ્યો, આદર્શો અને લોકશાહી પરંપરાઓ પ્રત્યે ગૌરવની લાગણી વ્યક્ત કરવાના ઉદ્દેશ્યથી વીંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં આયોજિત સંવિધાન ગૌરવ દિવસ અંતર્ગત કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ ડો. જશવંતસિંહ પરમારને ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભારતીય સંવિધાનનું મહત્ત્વ, તેના ઘડવૈયાઓનું યોગદાન તથા નાગરિકોના અધિકારો અને ફરજો અંગે માર્ગદર્શન અપાયું હતું. સંવિધાનમાં નિહિત ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનાં મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવા પર ભાર મૂકાયો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયા, યુનિવર્સિટીના અધ્યાપકો, અધિકારીઓ, કર્મચારીગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંવિધાન પ્રત્યે આદર અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના સાથે કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો