ગોધરા : કારતક સુદ આઠમના પવિત્ર દિવસે ગોપાષ્ટમી પર્વની ધાર્મિક ભાવના અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગોપાષ્ટમીનું વિશેષ મહત્ત્વ છે. આ પર્વ ગાય માતા અને ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. ગોપાષ્ટમીના પાવન અવસરે ગોધરા સ્થિત પાંજરાપોળ ગૌશાળા ખાતે વહેલી સવારથી જ ગૌભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગૌભક્તોએ ગાય માતાને કંકુ-તિલક કરી, ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક ગૌપૂજન કર્યું હતું. ત્યારબાદ ગાય માતાને ગોળ-રોટલી તેમજ લીલો ઘાસચારો ખવડાવી ગૌસેવાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
