14

ગોધરા ખાતે સેવાના રંગ, રાષ્ટ્રના સંગ થીમ પર જિલ્લા કક્ષાની રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. વિકસિત ભારત 2047ના વિઝન સાથે 100થી વધુ કૃતિઓ રજૂ કરી યુવાનો અને બાળકોએ કલાત્મક કૌશલ્ય પાથર્યું હતું. રંગોળી સ્પર્ધા દરમિયાન બાળકો અને કલાકારોએ વિકસિત ભારત 2047 ની સંકલ્પનાને રંગોળીના માધ્યમથી ચિહિનત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે યોજાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવાના રંગ, રાષ્ટ્રના સંગની વિશેષ થીમ પર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, પંચમહાલના સંયુક્ત ઉપક્રમે ગોધરાના રમત-ગમત સંકુલ સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, યુવાનો, વિવિધ સંગઠનો, સરકારી વિભાગો તેમજ પ્રોફેશનલ આર્ટિસ્ટોએ મોટી સંખ્યામાં ભાગ લઈ જુદી જુદી 50 જેટલી શ્રેષ્ઠ કૃતિઓ રજૂ કરાઈ હતી. વ્યક્તિગત ઇવેન્ટમાં 52 જેટલી વિવિધ કલાત્મક કૃતિઓ સ્પર્ધકો દ્વારા તૈયાર કરાઈ હતી.

કાર્યક્રમ દરમિયાન, જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, સાંસદ ડૉ.જસવંતસિંહ પરમાર સહિત જિલ્લાના વરિષ્ઠ પદાધિકારીઓ અને અધિકારીઓએ ખાસ ઉપસ્થિત રહીને બાળકો અને સ્પર્ધકોની કૃતિઓને બિરદાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો