રાજકોટની PDU સિવિલ હોસ્પિટલના સિનિયર મેડિકલ ઓફ્સિર ડો.અશ્વિન રામાણી એ જુનિયર મહિલા રેસિડેન્ટ ડોક્ટરને દર્દીની સારવાર અને વોર્ડમાં ખસેડવા બાબતે થયેલી બોલાચાલી દરમિયાન અપશબ્દો કહી લાફો ઝીંકી દેવામાં આવ્યો હતો.અને રીતસરની મારામારી કરવામાં આવી હતી.

જેની પોલીસ ફરિયાદ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ફોજદારી ફરિયાદ નોંધી તેઓની અટકાયત કરી હતી. આ ગંભીર શિસ્તભંગ અને વિવાદ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સમક્ષ આવતા જ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે તુરંત જ ડો.અશ્વિન રામાણી ની બદલી પંચમહાલ જિલ્લાના ઘોંઘબા તાલુકાના વાવકુંડલી ગામના PHC ખાતે કરવામાં આવી છે.

આ અંગે વધુ વિગતો જાણવા માટે પંચમહાલ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.વિપુલભાઈ ગામીત સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે ડૉ.અશ્વિન રામાણી કે જેઓ સોમવારે તા.24.8.2026 ના રોજ પ્રથમ DDO સમક્ષ હાજર થયા બાદ અમારે ત્યાં મૂવમેન્ટઆદેશ લેવા આવશે. જેઓ પંચમહાલ જિલ્લાના ઘોંઘબા તાલુકાના વાવકુંડલી ગામના PHC ખાતે મેડિકલ ઓફ્સિરતરીકે ફરજ ઉપર હાજર થશે.

રાજકોટ જેવો બનાવ પંચમહાલમાં બનશે તો અને કોઈ ફરિયાદ નોંધાશે તો તે બાબતે પૂછતા ડો .વિપુલ ગામીતે જણાવ્યું હતું કે તેઓનો ભૂતકાળ કે વર્તમાન બાબતે અમને કઈ ખબર નથી. આવી ફરિયાદ બાબતે અમને ટીવી ન્યૂઝ ચેનલ અને અખબારોમાં સમાચારના માધ્યમથી જ જાણવા મળ્યું છે.પંચમહાલ જિલ્લામાં પરિસ્થિતિ મુજબ વર્તવું પડશે

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો