પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં દામાવાવ ચોકડીથી કાટુ જતા રસ્તા ઉપર નશામાં ધૂત બાઇક ચાલક દ્વારા વિદ્યાર્થિનીની ખુલ્લેઆમ છેડતી કરવામા આવી હતી.
બાઇક ચાલકે વિદ્યાર્થિનીને આપેલી ચીઠ્ઠી સ્વિકારવાની ના પાડતા બાઇક ચાલક રસ્તામાં સુઇ ગયો હતો અને ભારે હોબાળો મચાવ્યો હતો. સમગ્ર મામલે વિદ્યાર્થિની દ્વારા અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ગત તા.31 જાન્યુઆરી ના રોજ દામાવાવ ચોકડીથી કાટુ તરફ્ જતા રસ્તા ઉપર બપોરના અરસામાં ઘોંઘબા તાલુકાના એક ગામની અભ્યાસ કરતી વિધાર્થિની યુવતી આ રસ્તેથી પસાર થઈ રહી હતી.ત્યારે એક અજાણ્યો મોટરસાયકલ ચાલક નશામાં પૂરઝડપે હંકારી લાવી વિદ્યાર્થીની યુવતીને ચીઠ્ઠી આપવાની કોશિશ કરી હતી. જો કો તે ચિઠ્ઠી યુવતીએ લીધી ના હતી. ત્યારબાદ યુવતી પરત દામાવાવ બાજુ આવતા પુનઃ અજાણ્યા મોટરસાયકલ ચાલકે તે યુવતીનો પીછો કરી ફરી એક વાર ચિઠ્ઠી આપવાની કોશિસ કરી હતી.
જે ચિઠ્ઠી સ્વીકારવાનો યુવતીએ અસ્વીકાર કરતા તે અજાણ્યો મોટરસાયકલ ચાલક રોડ ઉપર સૂઈ ગયો હતો.જેથી ત્યાં રસ્તે જતા માણસો એકત્ર થઈ ગયા હતા.અને તે અજાણ્યા મોટરસાયકલ ચાલક દ્વારા યુવતી સાથે ખરાબ ઇરાદે ચેસ્ટાઓ કરી સ્ત્ર્રીની મર્યાદાઓનું ઉલ્લઘન કરી શબ્દો ઉચ્ચારી ગુન્હો કર્યો હતો.
સરેઆમ જાહેરમાં વિદ્યાર્થિની છેડતીનો બનાવ બન્યો હોવા છતાં અને જાહેરમાં દારૂ પીને દારૂડીયાઓ ફરી રહ્યા હોવા છતાં પોલીસ મુક પ્રેક્ષક બનીને જોઇ રહી છે. પોલીસની નિષ્ક્રીતાના પગલે આવા અસામાજીક તત્વોને છુટ્ટો દોર મળી ગયો હોવાનું લોકોનું કહેવું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો