પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે શિક્ષણ અને સેવાના સમન્વય સમાન એક અનોખી પ્રેરણાદાયી પહેલનો પ્રારંભ કરાયો છે. ભાજપ યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા APMC ગોધરાના વિશેષ સહયોગથી પસ્તીદાનથી વિદ્યાદાનના સેવાકીય અભિયાનની શરુઆત કરાઈ છે. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ અંતરિયાળ અને વંચિત વિસ્તારના બાળકો સુધી શિક્ષણનો પ્રકાશ પહોંચાડવાનો છે.


આ અભિયાન અંતર્ગત જિલ્લાના જાગૃત નાગરિકો પાસેથી ચોપડીઓ, પુસ્તકો, અન્ય શૈક્ષણિક સામગ્રી એકત્રિત કરાશે. આ એકત્રિત થયેલી સામગ્રી ગરીબ, હોનહાર અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સાધનો અને પુસ્તકો પહોંચાડવાનું કાર્ય કરાશે. આ પ્રસંગે APMCના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, એક નાનકડું પસ્તીનું દાન પણ કોઈ ગરીબ બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે.

ભાજપ યુવા મોરચા, મહિલા મોરચા અને APMC દ્વારા ગોધરાઅને સમગ્ર જિલ્લાના નાગરિકો, વેપારી મિત્રો તેમજ સામાજિક સંસ્થાઓને આ પ્રશંસનીય અભિયાનમાં ઉત્સાહભેર જોડાવા અને વિદ્યાદાનના આ યજ્ઞમાં આહુતિ આપવા માટે અપીલ કરાઈ છે. આ અંગે ગોધરા APMCના ચેરમેન માલવદીપસિંહ રાઉલજીએ જણાવ્યું હતું કે, ભાજપાના કાર્યકરોની આ પહેલ જિલ્લામાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા અને સેવાભાવના વિકસાવવાનું અદભુત ઉદાહરણ બની રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: