ગોધરા શહેરમાં આજે હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન નિમિત્તે પવિત્ર ઈદે મિલાદુન્નબી પર્વની ભવ્ય અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. નવા પોશાકમાં સજ્જ મુસ્લિમ બિરાદરો તેમજ નાના-નાના ભૂલકાઓ વિવિધ આકર્ષક ઝાંખીઓ સાથે ઉત્સાહભેર જુલૂસમાં જોડાયા હતા.
ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય જુલૂસનો પ્રારંભ ગોધરા શહેરના હુસેની ચોક ખાતેથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જુલૂસ કુબા મસ્જિદ, જૂની પોસ્ટ ઓફ્સિ, કાઝીવાડા, પટેલવાડા અને કડીયાવાડ સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયું હતું. જુલૂસનું વિવિધ વિસ્તારોમાં સ્વાગત કરાયું હતું. પોલીસ પ્રશાસન દ્વારા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
