ગોધરા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ની 42 જેટલી ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગની મેગા ડ્રાઇવ હાથ ધરી 70 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ અને વીજ ચોરી ઝડપાઈ હતી.MGVCL ની ટીમે અંદાજિત રૂા.1.06 કરોડનીવીજ ચોરી પકડી પાડી ઝડપાયેલા ઈસમો સામે નિયમોનુસાર દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.
MGVCLની ટીમે આ કાર્યવાહી દરમિયાન કુલ 1281 વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી, આ ચેકિંગ ડ્રાઇવમાં ગોધરાના સોનીવાડ, ખાદી ફ્ળિયા, શહેરા ભાગોળ, પટેલવાડા, ગેની પ્લોટ, ભિલોડીયા પ્લોટ, મક્કી મસ્જિદ, હમીરપુર રોડ, ચેતનદાસ પ્લોટ, મીઠીખાણ મહોલ્લા, કડિયાવાડ, નુસરત મસ્જિદ, મદીના સોસાયટી, અબ્દુલ્લા મસ્જિદ, શિકારી મહોલ્લા, પોલન બજાર, મોહમદી મહોલ્લા, વાલી ફ્ળિયા (1,2,3), ગુહ્યા મહોલ્લા, ઈદગાહ મહોલ્લા, સિંગલ ફ્ળિયા, ઇમરાન મસ્જિદ, અલી પાર્ક, નાગાતળાવડી, ઝકરિયા સ્કૂલ અને જુહુરપુરા સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા.
