ગોધરા : અધિક માસના પાવન અવસરે ગોધરા સ્થિત હનુમાનજી મંદિરે ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતાં. આ પ્રસંગે બ્રહ્મ સમાજ, ગોધરા દ્વારા પ્રસિદ્ધ કથાકાર ધર્મેશભાઈ ત્રિવેદી શાસ્ત્રીનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન ધર્મેશભાઈ ત્રિવેદી શાસ્ત્રીએ ધર્મ અને સંસ્કૃતિના મૂલ્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ તેમના હસ્તે ધર્મના પ્રતિકરૂપે ખેસ ઓઢાડી ઉપસ્થિત સર્વે ભૂદેવોને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે વિનાયક શુક્લ, કકુલ પાઠક, પ્રકાશભાઈ દીક્ષિત, ડૉ.શ્યામસુંદર શર્મા, ડૉ.રાજેશભાઈ રાવલ, સ્મિતાબેન શુક્લ, નિધીબેન જોશી, ભૂમિબેન જોશી સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Rajkotમાં DCBનો મોટો સપાટો: બામણબોર પાસેથી રૂ. 31 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો









