ગોધરા તાલુકાના ઓરવાડા ખાતેની રળિયાતા પ્રાથમિક શાળામાં શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવતા કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે 04 નવા વર્ગખંડોના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ગોધરા એ.પી.એમ.સી.ના ચેરમેન માલવદીપસિંહ રાઉલજીના હસ્તે કરાયું હતું.
આ ચારેય નવા વર્ગખંડોને સ્માર્ટ ક્લાસરૂમ સહિતની તમામ આધુનિક પાયાની સુવિધાઓથી સજ્જ કરાશે. જે બાદ ગ્રામ્ય વિસ્તારના બાળકોને સ્થાનિક કક્ષાએ જ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉત્કૃષ્ટ માળખાકીય સગવડો મળી રહેશે, કાર્યક્રમના અધ્યક્ષ અને એ.પી.એમ.સી. ચેરમેન માલવદીપસિંહ રાઉલજીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ગ્રામીણ સ્તરે ગુણવત્તાયુક્ત અને અત્યાધુનિક શિક્ષણ પૂડું પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. શાળામાં નવા સ્માર્ટ ક્લાસરૂમ્સ બનવાથી આ વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચસ્તરનું શૈક્ષણિક વાતાવરણ મળશે. અન્ય વિસ્તારની શાળાઓમાં પણ નવા ઓરડાઓ ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા મંજૂર કરાયેલ હોઈ તેનું પણ ખાતમુહુર્ત થનાર છે.
