ગોધરા : સ્વસ્તિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સાંદિપની વિદ્યામંદિર ગુજરાતી માધ્યમમાં તથા સાંદિપની નર્સિંગ કોલેજમાં ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગઈકાલે તા.29ના રોજ ગુરુપૂર્ણિમાની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી. જેમાં સરસ્વતી વંદના પૂજનથી શરૂઆત કરાઈ હતી. બાળકોએ રંગોળી તથા વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ગુરુનું જીવનમાં ખૂબ જ મહત્વ હોવાનુ પ્રમુખે સમજાવ્યું હતું. સાથે વય નિવૃત્ત થઈ રહેલા આચાર્ય ભરતભાઈ ઉપાધ્યાયને શાલ ઓઢાડી, શ્રીફળ તેમજ મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. શાળા પરિવાર તરફથી તેમને ભાવભીની વિદાય અપાઈ હતી. આચાર્ય વિપુલભાઈ શાહે આભારવિધિ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો