10
પંચમહાલ જિલ્લા બાર એસોસિએશનના જણાવ્યા મુજબ, બાર કાઉન્સિલ ઓફ્ ગુજરાતના પરિપત્રના આધારે ગુજરાતના તમામ વકીલ મંડળોને ગુજરાત ભાડા વિધેયક બિલ-2026માં રહેલી ક્ષતિઓમાં તાત્કાલિક સુધારો કરવા અથવા વિકલ્પરૂપે બિલને મોકૂફ્ રાખવા કે રદ કરવાની માંગ સાથે આ નિર્ણય લેવાયો છે. બાર કાઉન્સિલ દ્વારા સરકાર તરફ્થી જરૂરી પગલાં લેવામાં ન આવે ત્યાં સુધી રાજ્યભરના વકીલ મંડળો અને વકીલોને અરજન્ટ સહિતના તમામ કોર્ટ કામકાજથીઅળગા રહેવા આદેશ કરાયો છે.
