શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ ખાતે આયોજિત ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026-27નો સમાપન અને ઇનામ વિતરણ સમારોહ ગઈકાલે તા.27મીએ યોજાયો હતો. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હરિભાઈ કાતરિયાના કુશળ માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ટુર્નામેન્ટનું સફ્ળતાપૂર્વક આયોજન કરાયું હતું. આ સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ અને મહાનુભાવો તરીકે આંતરરાષ્ટ્રીય અમ્પાયર અને ભારતીય ટીમના મેનેજર કલ્પેશ ઠક્કર, યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. અનિલ સોલંકી, એસોસિએશન ઓફ્ ઇન્ડિયન યુનિવર્સિટીઝ(AIU),નવી દિલ્હીના ઓબ્ઝર્વર ડૉ. સુજીત એસ. તેમજ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA)ના ખજાનચીસી.એ. રાજુલ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટમાં પ્રથમ ક્રમે મુંબઈ યુનિવર્સિટી, દ્વિતીય ક્રમે મારવાડી યુનિવર્સિટી, તૃતીય ક્રમે રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ(RTM)નાગપુર યુનિવર્સિટી અને ચોથા ક્રમે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU),સ્ગુરત આવી હતી. વેસ્ટ ઝોનની આ ટોચની ચારેય યુનિવર્સિટીઓ હવે આગામી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ છે અને દેશની સર્વશ્રેષ્ઠ 16 ટેબલ ટેનિસ ટીમો વચ્ચે પોતાનું કૌશલ્ય દાખવશે.
