પંચમહાલ જિલ્લા સમગ્ર શિક્ષા અભિયાનના રૂા.2.79 કરોડના ચકચારી કૌભાંડમાં ઝડપાયેલા બે આરોપીઓેન સાથે રાખી પોલીસે જિલ્લા પંચાયતની સમગ્ર શિક્ષણ શાખામાં કોમ્પ્યુટર, અન્ય હિસાબી દસ્તાવેજોની તપાસ હાથ ધરી હતી.


પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ હેઠળના જિલ્લા પંચાયત પંચમહાલ ખાતેની સમગ્ર શિક્ષા અભિયાન વિભાગમાં રૂા.2.79 કરોડની ઉચાપતના કૌભાંડમાં જિલ્લા શિક્ષણ સમિતિના હિસાબી અધિકારી આર.કે.રાઠોડ દ્વારા ગોધરા શહેર બી ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તત્કાલીન હિસાબી અધિકારી પૂજન રમેશચંદ્ર જોશી અને નીતિન જયંતીભાઈ પટેલની ધરપકડ કરી હતી, જે બંનેના કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે ગઈકાલે બુધવારના રોજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ કચેરી હેઠળના સમગ્ર શિક્ષા અભિયાન વિભાગમાં બંને આરોપીઓને સાથે રાખી કોમ્પ્યુટર, અન્ય હિસાબી દસ્તાવેજોની તપાસ હાથ ધરી હતી. આ બંને સામે તત્કાલીન સરકારી ધારાધોરણ મુજબની ખરીદી પ્રક્રિયા નહીં કરી બનાવટી બિલો બનાવી ઉપરોક્ત બિલો બનાવી સરકારી ગ્રાન્ટમાંથી બિલો મુજબના નાણાં એજન્સીઓને ચૂકવ્યા હોવાનો આરોપ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: