પંચમહાલ જિલ્લામાં આરોગ્ય વિભાગના એન.સી.ડી. સેલ અને આર.બી.એસ.કે પ્રોગ્રામ અંતર્ગત મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે જુવેનાઇલ ડાયાબિટીસ ટાઈપ વન કાર્યક્રમનો ઉદઘાટન અને અમલીકરણ અન્વયે બાળકોને નિઃશુલ્ક સારવાર મળી રહે તે માટેનો કાર્યક્રમ યોજાયો હતો.


જેમાં અતિથિ વિશેષ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામીત અને સિવિલ હોસ્પિટલના સીડીએમઓ ડૉ. મોના પંડયાએ બાળકો અને તેમના વાલીઓને ડાયાબિટીસ રોગની નિઃશુલ્ક સારવાર અને રોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું, અને સિવિલમાં ડાયાબિટીસની સારવાર હેઠળના બાળ લાભાર્થી અને તેમના વાલીઓને પીડીયાટ્રીશીયન અને ફીઝીશીયન દ્વારા મેડિકલ ચેકઅપ અને કાઉન્સેલીંગ કરાયું હતું. સિવિલ હોસ્પિટલ અને જિલ્લા એન.સી.ડી સેલ દ્વારા નિઃશુલ્ક સારવાર માટેની કીટનું વિતરણ કર્યું હતું. નર્સિંગ કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા બાળકો માટેનું ડાયટ ચાર્ટ, બાળકને ઇન્સ્યુલીન કઈ રીતે આપવું અને સુગરને ગ્લુકો મીટર દ્વારા કઈ રીતે તપાસવું તેની સમજણ આપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: