ગોધરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ના ખેડૂત પ્રતિનિધિ કનકસિંહ પ્રભાતસિંહ પરમારની ગોધરા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે નિમણૂક કરાતાં એ.પી.એમ.સી. ખાતેની સામાન્ય સભામાં તેઓનો સન્માન સમારોહ યોજાયો હતો.


કનકસિંહ પરમારની પ્રમુખ તરીકે વરણી થતાં બજાર સમિતિના ચેરમેન માલવદીપસિંહ રાઉલજી, વાઇસ ચેરમેન સામંતસિંહ સોલંકી તથા તમામ કમિટી સભ્યો દ્વારા તેમનું અભિવાદન કરી શાલ ઓઢાડીને સન્માન કરી તેમને નવીન અને મહત્વપૂર્ણ જવાબદારીઓ માટે શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે કનકસિંહ પરમારે પ્રદેશ ભાજપા નેતૃત્વ, ધારાસભ્ય સી.કે. રાઉલજી, જિલ્લા ભાજપ પ્રમુખ તથા સાંસદોનો તેમજ માર્કેટ યાર્ડના ચેરમેન માલવદીપસિંહ રાઉલજી, વાઇસ ચેરમેન સામંતસિંહ સોલંકી તથા તમામ ડિરેક્ટરઓ અને કમિટી સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે માર્કેટ યાર્ડના વેપારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: