ગોધરા નગર પાલિકા દ્વારા શહેરના લક્ષ્મી પાર્ક, પોલીટેકનિક ની બાજુમાં રૂ.24 લાખના પેવર બ્લોક તેમજ રૂ.3 લાખની પાણીની પાઇપ લાઇનની કામગીરી, ભીલ મારવાડી વાસ ખાતે રૂ.20 લાખના RCC રોડ તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરાઈ છે. ઉપરાંત બામરોલી રોડ સ્થિત દ્વારકા નગર સોસાયટીમાં રૂ.5 લાખના ખર્ચે RCCરોડ તેમજ હનુમાન મંદિરવિસ્તારમાં રૂા.6 લાખના ખર્ચે RCC રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. આગામી દિવસોમાં વિવિધ વોર્ડ અને સોસાયટી વિસ્તારમાં અનેક વિકાસ કામો હાથ ધરાશે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ,APMC ચેરમેન માલવદીપસિંહ રાઉલજી, કારોબારી ચેરમેન આનંદભાઈ ઘડિયાળી, વોર્ડ 10 અને 11 ના કાઉન્સિલરો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
