શહેરા તાલુકાના લીંબોદ્રા ગામમાં વણાંકબોરી પાણી પુરવઠા યોજનાના પાણીના સમ્પમાંથી પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે. જ્યારે એક તરફ પાણી પુરવઠાના સમ્પમાંથી પાણીનો બગાડ તો બીજી તરફ ગામના અનેક વિસ્તારમાં નિયમિત પાણી નહીં મળી રહ્યુ હોવાની બૂમો ઉઠી રહી છે.


શહેરા તાલુકાના લીંબોદ્રા ગામમાં વણાંકબોરી પાણી પુરવઠા યોજના ના પાણીના સમ્પમાંથી પાણીનો બગાડ થતો જોવા મળી રહ્યો હતો. ગામના અમુક વિસ્તારમાં નિયમિત પાણી નહીં મળતા પાણીના પોકાર ઊઠી રહ્યા હોય ત્યારે આ સમ્પમાંથી પાણીનો વેડફાટ થવા સાથે સમ્પમાંથી પાણી ખુલ્લી જગ્યામાં વહી રહયુ છે, ગામમાં પાણી પુરવઠાની અનેક યોજના હોવા છતાં અમુક વિસ્તારોમાં હજુ પણ નળમાં પાણી મળી રહ્યું ન હોવાથી મહિલાઓ હેડપંપ અને કુવાના સહારે પાણી મેળવતા હોય ત્યારે આ સમ્પમાંથી પાણીનો બગાડ થતો જોવા મળતા ગ્રામજનોનો પાણી પુરવઠા સહિતના સબંધિત તંત્ર સામે છુપો આક્રોશ જોવા મળે છે, જોકે જવાબદાર પાણી પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક પાણીના સમ્પમાંથી પાણીનો બગાડ થતો અટકાવવા માગ કરાઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: