પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલા ભાજપ કાર્યાલય કમલમ ખાતે લોકતંત્ર બચાવો ભીડ તંત્ર હટાવો અભિયાન - 2026 અંતર્ગત પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા યોજાનાર પદયાત્રા ના આયોજન અંગે ગત મંગળવારના રોજ પ્રદેશ ભાજપના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ ખીચીની વિશેષ ઉપસ્થિતિમાં અગત્યની બેઠક યોજાઈ.જેમાં ભાજપના નેતાઓ,હોદેદારો સહભાગી થઈ વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ,જિલ્લા ભાજપના પ્રભારી હર્ષદભાઈ વસાવા, જિલ્લા પંચાયત ના પ્રમુખ નીરજભાઈ પટેલ,આ અભિયાનના મધ્યઝોનના ઇન્ચાર્જ સુધીરભાઈ લાલપુર વાલા, મોરવા હડફ્ વિધાનસભા ના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય ફ્તેસિંહ ચૌહાણ, સહિત જિલ્લા ભાજપ ના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકતંત્ર નો અવાજ બુલંદ કરવા માટે પદયાત્રા ના સ્વરૂપમાં લોકતંત્ર બચાવો અરાજકતા હટાવો રેલીનું આયોજન તા. 20.11.2026 ને શુક્રવારના રોજ કરવામાં આવ્યું છે. સાંજે 4 કલાકે ગોધરા શહેરના લાલબાગ ટેકરી ખાતે આવેલા વિશાળ મેદાનથી આ પદયાત્રા નો પ્રારંભ કરવામાં આવશે.જે પદયાત્રા પોલીસ હેડ ક્વાર્ટર, ચાંચર ચોક,પાંજરાપોળ,LIC સર્કલ, કલાલ દરવાજા થઈ પરત લાલબાગ ટેકરી મંદિર ખાતે પૂર્ણ થશે.જે પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.