ગોધરા શહેરમાં ડાકોર - અમદાવાદ રોડ ઉપર આવેલા પેટ્રોલપંપ પાસે બે અજાણ્યા ઈસમોએ વૃદ્ધ ને ઠગી લીધા હતાં. એક્ટિવા ગાડી ચેક કરવાની છે તેમ કહી સોનાની વીંટી સેરવી લીધી હતી. જે મામલે પોલીસ મથકે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરી અંગેનો ગુન્હો નોંધાયો.


ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા ડબગર વાસ ખાતે રહેતા 65 વર્ષીય રતિલાલ કાલિદાસ દેવડા એ ગોધરા શહેર બી ડિવિજન પોલીસ મથકે પોતાની ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તા.19 ડિસેમ્બરે અમદાવાદ ડાકોર રોડ ઉપર આવેલા પેટ્રોલપંપ પાસે થી આવી રહ્યા હતા. ત્યારે બે અજાણ્યા ઈસમો તેઓ પાસે આવી એક્ટિવા ગાડી ને ઊભી રખાવી કહેલ કે તમારી ગાડીની ડિકી ચેક કરવાની છે. તેમ કહી ફરીયાદી ની ગાડીની ડિકી ચેક કરી હતી.ત્યારબાદ ફરીયાદી રતિલાલ ના હાથમાં પહેરેલી સોનાની વીંટી જોઈ જણાવ્યું હતું કે સોનુ ચાંદી પહેરી ઘરની બહાર નીકળવાનો સરકારનો પ્રતિબંધ છે. તેમ કહેતા ફરીયાદી એ તેઓની સોનાની વીંટી ડીકીમાં મૂકવા અજાણ્યા ઈસમો ને આપી હતી.અને અજાણ્યા ઈસમો એ તેઓને જણાવ્યું હતું કે તમારી સોનાની વીંટી ડીકીમાં મૂકી છે.તેમ કહી સોનાની વીંટી ફરીયાદી ની નજર ચૂકવી ચોરી કરી હતી. બનાવ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: