ગોધરા : પંચમહાલ જિલ્લામાં તા.30, 31 જુલાઈ અને 1 ઓગસ્ટ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જે અનુસાર જિલ્લાના તમામ તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. જે અનુસાર જિલ્લાના તમામ તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો.પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર ધ્વારા લોકોની સલામતી અને સુવિધાના ભાગરૂપે અગાઉથી જ NDRF અને SDRFની ટીમો પણ તમામ તાલુકાઓમાં તૈનાત કરવામાં આવી હતી.અને નાગરિકો ને કામ વગર ઘરની બહાર કે નદી નાળા તરફ્ નહીં જવાની અને સાવચેતી રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી.આજે શનિવારે જિલ્લામાં વહેલી સવારથી સાંજ સુધીમાં ધીમો વરસાદ વરસ્યો હતો. ગોધરા શહેર નજીક ગદુકપુર ગામે ચેકડેમ ઓવરફ્લો થતા બાળકો વરસાદી માહોલ નો ભરપૂર આનંદ માણી રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો