ગોધરામાં રવિવારે યોજાનારી ગણેશ વિસર્જન યાત્રા નિર્વિધ્ને પૂર્ણ થાય તે માટે પંચમહાલ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા શહેરમાં 4000 થી વધુ પોલીસ કર્મચારીઓનું સુરક્ષા કવચ તૈનાત કરાયું છે. રવિવારે યોજાનારી ગણેશ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટવાના છે, ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
ગોધરા શહેરમાં આગામી રવિવારે 7માં દિવસે યોજાનારી ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા શહેરના પરંપરાગત રૂટ ઉપરથી નીકળશે. ગણેશ વિસર્જન યાત્રા નિર્વિધ્ને પાર પાડવા તેમજ ગોધરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પંચમહાલ જિલ્લા પોલીસે કમર કસી છે અને એક્શન પ્લાન તૈયાર કરાયો છે.
