ગોધરા : ગોધરાના તળાવ રોડ, કાકણપુર ખાતે સેવાશ્રમ વૃદ્ધાશ્રમમાં નવા વર્ષના સ્નેહમિલને જાણીતા ઉદ્યોગપતિ હાજી ફીરદોસ કોઠીના અધ્યક્ષસ્થાને સ્નેહમિલન યોજાયો હતો. જેમાં વૃદ્ધાશ્રમના વડીલો સાથે નવા વર્ષની ઉજવણી કરાઈ હતી. વૃદ્ધાશ્રમના સંચાલક પ્રવીણ ભોઈ તથા સેવાભાવી ગુલઝાર ભોઈ દ્વારા હાજી ફીરદોસ કોઠીનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે રાજેશ ભોઈ અને જયેશ ભોઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ અંતેવાસીને મીઠાઈ અને નાસ્તાની કિટ તેમજ ધાબળાનું વિતરણ કરાયું હતું. ઉપરાંત વૃદ્ધાશ્રમના રસોડા માટે વાસણો ભેંટ અપાયા હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો