ગોધરા : ઓલિમ્પિક ડે ની ઉજવણીના ભાગરૂપે ગોધરા સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફ્ માટે ઓલિમ્પિક ડે રન યુનિવર્સિટીના એથ્લેટિક્સ ટ્રેક પર કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. તેઓ દ્વારા રેલીને ફ્લેગ ઓફ્ કરાઈ હતી. આ પ્રસંગે ભારતના અત્યાર સુધીના પ્રદર્શન અને સિદ્ધિઓ કે જેમાં પ્રથમ મેડલ 1900 માં નોર્મન પિચર્ડથી માંડી હોકીના જાદુગર ગણાતા મેજર ધ્યાનચંદ, મહારાજા સયાજીરાવની ઓલમ્પિકમાં ઉપસ્થિતિ, 1952માં ભારતને મળેલ પ્રથમ બ્રોન્ઝ મેડલ, મેજર રાજ્યવર્ધન સિંહ રાઠોડની સિદ્ધિ સહિત ઘણી બાબતોની ઊંડાણપૂર્વક માહિતી અપાઈ હતી. સાથે 2036 માં ભારત જ્યારે ઓલિમ્પિક ગેમ્સના યજમાન બનવા તરફ્ પોતાના મજબૂત કદમ વધારી રહ્યું છે, ત્યારે દરેકને આ માટે પણ તૈયાર રહેવા હાકલ કરી હતી. આ પ્રસંગે રજિસ્ટ્રાર ડો.અનિલ સોલંકી સહિત વિવિધ અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gandhinagar: ધેધુ ચાર રસ્તા પાસેથી બાઈક પર 5 કિલો ગાંજો લઈ જતા 2 પેડલર ઝડપાયા









