શિક્ષકો માટે ફરજિયાત TETની પરીક્ષાના સુપ્રિમકોર્ટના ચુકાદાના વિરૂદ્ધમાં આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતની સુચના અંતર્ગત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ જિલ્લા દ્વારા ગોધરા સ્થિત સાંદિપની નર્સિંગ કોલેજ ખાતે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા અને તાલુકાના તમામ સંવર્ગના હોદ્દેદારો, શિક્ષકો, HTAT મુખ્ય શિક્ષકો, બી.આર.સી, સીઆરસી કોઓ. ઉપસ્થિતરહ્યા હતા.
આજરોજ TET પરીક્ષા મુક્તિ ધરણા કાર્યક્રમ જિલ્લા અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલના અધ્યક્ષ પણા હેઠળ યોજાયો હતો, જેમાં પ્રાંત માધ્યમિક સંવર્ગ મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર, મહામંત્રી વીરેન્દ્રસિંહ ઠાકોર, HTAT સંવર્ગ રાજ્યમંત્રી પુરુષોત્તમદાસ, જિલ્લા HTAT સંવર્ગ મહામંત્રી વીરેનભાઈ જોશી, પ્રાંત મીડિયા સંપર્ક સહ પ્રમુખ કિશોરભાઈ પરમાર, પ્રાંત પ્રકોસ્ટ સહ પ્રમુખ નિતેશભાઈ પટેલ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ જયંતિ ભાઈ પટેલ, રાજ્ય પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં.










