આગામી તહેવારોની મોસમમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી, ખોરાક અને ઓષધ નિયમન તંત્ર, ગોધરાના ફૂડ સેફ્ટી ઓફ્સિરો દ્વારા પંચમહાલ જિલ્લામાં મિઠાઈ, નમકીન, ડ્રાયફ્રૂટ, મુખવાસ, ખાદ્ય તેલ, ઘી, બેસન, દૂધ અને દૂધની બનાવટો તેમજ અન્ય રો મટીરિયલ્સની વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. જેમાં વિવિધ દુકાનોમાંથી ખાદ્યપદાર્શોના અને ઘી ના શંકાસ્પદ નમૂના જપ્ત કરી તપાસ હાથ ધરાઈ હતી. પંચમહાલ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં દિવાળીના તહેવારોને પગલે ખાદ્ય ઉત્પાદકો અને મીઠાઈની દુકાનોમાં વપરાતા મટીરિયલ્સની તપાસ માટે ખાસ ડ્રાઇવ યોજાઈ હતી. આ ડ્રાઈવ દરમિયાન ફૂડ સેફ્ટી ટીમ દ્વારા ગતરોજ ડૉ. ગિધવાણી રોડ, ગોધરા સ્થિત પેઢી કિશોરકુમાર થાવરદાસ હેમનાની ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા ઘીના ત્રણ નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ પૃથ્થકરણ અર્થે વેચાણે લઈ ગુજરાત સરકારની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉપરાંત, બાકી રહેલ ઘીનો અંદાજિત રૂા.57,200નો જથ્થો એફ્.બી.ઓ.ની સેફ્ કસ્ટડીમાં સીઝ કરવામાં આવ્યો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પંચમહાલ દ્વારા જણાવવામાં આવ્યું છે.
