દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસી રહેલા વરસાદને પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. જેમાં ગોધરા તાલુકાના કાંસુડી રેલવે સ્ટેશન ખાતે બુધવારે રાત્રે અયોધ્યાથી આવી રહેલી ટ્રેનને લાંબો સમય રોકી દેવાતાં મુસાફરો રોષે ભરાયા હતાં. મુસાફરોએ પાટા પર બેસી જઈ હોબાળો મચાવતા દોડધામ મચી ગઇ હતી. આખરે રેલવે તંત્ર અને પોલીસે હોલ્ડ થયેલી ટ્રેનને પસાર કરાવી મામલો થાળે પાડયો હતો. દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસી રહેલા વરસાદને લઈ ટ્રેન વ્યવહાર ને પણ અસર થવા સાથે જ સેવા પ્રભાવિત થઈ રહી હતી. દરમિયાન બુધવારે રાત્રે અયોધ્યા તરફ્થી આવી રહેલી એક પેસેન્જર ટ્રેનને કાંસુડી રેલવે સ્ટેશન ખાતે હોલ્ડ કરાઈ હતી. દરમિયાન અન્ય પેસેન્જર ટ્રેન બીજા ટ્રેક પર આવતાં તેને સિગ્નલ આપી દેવાતાં એક કલાક ઉપરાંતથી ટ્રેનમાં બેસી કંટાળી ગયેલા મુસાફરો વિર્ફ્યા હતા અને પાટા પર બેસી જતાં રેલવે પોલીસ,સ્થાનિક પોલીસ અને રેલવેના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. આખરે મુસાફરોનો મિજાજ જોતાં ઉક્ત ટ્રેન ને સિગ્નલ આપી પ્રથમ રવાના કરવામાં આવતાં મામલો થાળે પડયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો