ગોધરા : સદગુરુ શાસ્ત્રી આનંદ પ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિ નારાયણ મંદિર - કુમકુમ -- લંડન ખાતે રાષ્ટ્રીય પક્ષી મોરની થીમ પર વિશેષ હિંડોળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરાયા હતા. આયોજન અંગે વિશેષ માહિતી આપતા કુમકુમ મંદિરના જાણીતા મોટીવેશનલ સ્પીકર અને વિદ્વાન સંત પૂજ્ય સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, લંડન જેવા શહેરમાં તમામ તહેવારો ધામધૂમથી ઉજવાય છે. આ વખતે રાષ્ટ્રીય પક્ષી મોરની થીમ પર હિંડોળો તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશમાં જન્મતી અને ઉછરતી નવી પેઢીને ભારતીય રાષ્ટ્રીય પ્રતીકોથી પરિચિત કરવાનો છે.
