ગોધરા : ગોધરા નગરપાલિકાના પેન્શનર કર્મચારીઓ દ્વારા એ.પી.એમ.સી. ગોધરાના ચેરમેન માલવદીપસિંહ રાઉલજીની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન પેન્શનર કર્મચારીઓએ પોતાની વિવિધ લાગણીઓ ચેરમેન સમક્ષ રજૂ કરી હતી.તેઓએ નગરપાલિકા ક્ષેત્રે કામ કરતા વર્ષો દરમિયાનના અનુભવો તથા વર્તમાન પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. માલવદીપસિંહ રાઉલજીએ કર્મચારીઓની વાતોને ધ્યાનપૂર્વક સાંભળી અને તેમની લાગણીઓ પ્રત્યે સકારાત્મક વલણ દર્શાવીને યોગ્ય પ્રતિસાદ આપ્યો હતો. મુલાકાતના અંતે પેન્શનર કર્મચારીઓ, હોદેદારોએ માર્કેટ યાર્ડ ચેરમેનનો તેમના સમય અને માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
