પંચમહાલ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પોલીસ ભરતીમાં યુવાનોને સફ્ળતા અપાવવા માટે એક વિશેષ પહેલ કરાઈ છે. ગોધરા સ્થિત પોલીસ હેડક્વાર્ટર્સના પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પોલીસ દળ વર્ગ-3 (PSI અને લોકરક્ષક)ની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે શારીરિક તાલીમ વર્ગો યોજાયા છે.


પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ આ તાલીમ સત્ર શરૂ કરાયું છે. જેમાં જિલ્લાભરમાંથી અંદાજે 300 જેટલા મહિલા અને પુરુષ ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. આ તાલીમ તા.28મી ડિસેમ્બરથી શરૂ થઈ છે અને તેમાં પોલીસ હેડક્વાર્ટર્સના નિષ્ણાત ADI દ્વારા માર્ગદર્શન અપાઈ રહ્યું છે. જે અંગે રિઝર્વ પો.ઇ. એસ.એમ. નિસરતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉમેદવારોની શારીરિક કાર્યક્ષમતા અને તંદુરસ્તી વધારવા માટે રોજ બે સેશનમાં તાલીમ અપાય છે. સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન દોડ, સ્ટ્રેચિંગ અને ફીઝિકલ ફ્ટિનેસની વિવિધ કસરતો કરાવાય છે. અનુભવી ઇન્સ્ટ્રક્ટર્સ દ્વારા ઉમેદવારોને માત્ર કસરત જ નહીં, પરંતુ શિસ્તબદ્ધ રીતે ગ્રાઉન્ડ પર કેવી રીતે પ્રદર્શન કરવું તેનું પણ સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: