સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા પી.એમ. કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે APMC કાંકણપુર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાંAPMCગોધરાના ચેરમેન માલવદીપસિંહ રાઉલજી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત દેશભરના ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ ડાયરેક્ટ બેનિફ્ટિ ટ્રાન્સફર (DBT) મારફ્તે સીધી જમા કરાવાઈ હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો પણ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ મેળવવાની પ્રક્રિયા, યોજનાઓના હેતુ અને તેના લાભો અંગે માર્ગદર્શન અપાયું હતું. માલવદીપસિંહ રાઉલજીએ ખેડૂતોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.
